અયોધ્યામાં રામમંદિરનાં ઉદ્ધાટન પહેલા જ યૂપી ATSએ મોટી કાર્યવાહી કરતાં ISISનાં અલીગઢ મોડ્યૂલ સાથે સંકળાયેલા ઈનામી આતંકીની ધરપકડ કરી લીધી છે. હજુ સુધી આ મોડ્યૂલનાં 8 શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
- અયોધ્યા રામમંદિરનાં ઉદ્ધાટન પહેલાં UP ATSની મોટી સફળતા
- અલીગઢ મોડ્યૂલ સાથે સંકળાયેલા ઈનામી આતંકીની ધરપકડ
- આતંકી પ્રવૃતિઓ કરવાનાં પ્લાનમાં હતો આ મોડ્યૂલ
આતંકી સંગઠન ISISનાં અલીગઢ મોડ્યૂલથી જોડાયેલ ઈનામી આતંકીને UP ATSએ અલીગઢથી પકડી પાડ્યો છે. તેની ઓળખ 25 હજારનાં ઈનામી આતંકી ફૈઝાન બખ્ચિયારનાં રૂપમાં થઈ છે. આ મોડ્યૂલ સાથે સંકળાયેલા અત્યાર સુધી 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફૈઝાને પ્રયાગરાજનાં રિઝવાન અશરફની મદદથી ISIS ની શપથ લીધી હતી.
આતંકી પ્રવૃતિઓ કરવાનો હતો પ્લાન
સૂત્રો અનુસાર ફૈઝાને પોતાના કેટલાક સાથીઓ સાથે અલીગઢનો ISIS મોડ્યૂલ તૈયાર કર્યો છે. આ તમામ આરોપીઓ ISISની શપથ લઈ ચૂક્યાં છે. જો કે આ તમામની ધરપકડ ATS દ્વારા થઈ ચૂકી છે. માહિતી અનુસાર આ મોડ્યૂલ એક મોટી આતંકી પ્રવૃતિ કરવા માટે તૈયાર હતો. ફૈઝાન બખ્તિયાર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી માસ્ટર ઈન સોશિયલ વર્ક કરી રહ્યો હતો. ATS થોડા જ સમયમાં ફેઝાનને કસ્ટડી રિમાન્ડમાં લઈને પૂછપરછ કરશે.
જિહાદ માટે ફૌજ તૈયાર કરી રહ્યો હતો...
આ પહેલા નવેમ્બર મહિનામાં અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી પેટ્રોકેમિકલમાં Btech કરનારા અબ્દુલ્લા અર્સલાનની ધરપકડ ATSએ કરી હતી. ATSનો દાવો છે કે અર્સલાન ISIS સંગઠન સાથે જોડાયેલો છે અને ત્યાં જિહાદ માટે ફૌજ તૈયાર કરી રહ્યો હતો. UP ATSનો દાવો છે કે અબ્દુલ્લા અર્સલાનનાં રૂમથી અનેક એવા દસ્તાવેજો મળી આવ્યાં છે જે તેના આતંકી કામો અંગેનાં પુરાવાઓ આપે છે. અબ્દુલ્લા અર્સલાનની પાસેથી UP ATSએ એક પેનડ્રાઈવ, મોબાઈલ સહિત અનેક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે જે તેના ISIS સંગઠન સાથે જોડાયેલા હોવાના સંકેતો આપે છે.