ભાવનગરનું મહુવા માર્કેટ યાર્ડ ખેડૂતોની જણસીઓના વેચાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની અધધ આવક નોંધાતી હોય છે. 11મી જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે કુલ 16 જણસીઓની આવક નોંધાઈ હતી.
ભાવનગર ખાતે આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 11 મી જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી.આજે યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, નારિયેળ, તુવેર, લાલ ડુંગળી સહિતના પાકોની આવક નોંધાઈ હતી. 11મી જાન્યુઆરીના રોજ કુલ 16 જણસીઓની આવક નોંધવામાં આવી હતી.
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી. ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં 11 મી જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 20,673 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 244 રૂપિયાથી લઈને 320 રૂપિયા સુધીના બોલાયા હતા.
ચણા અને મગફળીના ભાવ
11મી જાન્યુઆરીના રોજ નવી મગફળીની 424 ગુણીની આવક થઈ હતી. મગફળીના એક મણના નીચા ભાવ 1,125 સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,378 રૂપિયા સુધીના રહ્યા હતા. આ ઉપરાંત, મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1,024 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,024 રૂપિયા સુધી રહ્યા હતા.
લીલા નાળિયેરના ભાવ
માર્કેટિંગ યાર્ડમાં લીલા નાળિયેરની હરાજી કરવામાં આવી હતી, જેમાં લીલા નાળિયેરની કુલ આવક 24,235 નંગ નોંધાઈ હતી.100 નંગના નીચા ભાવ 400 રૂપિયા સુધી નોંધાયા હતા અને ઊંચા ભાવ 1,662 રૂપિયા સુધી નોંધાયા હતા.આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી, બાજરના પ્રતિ એક મણના નીચા ભાવ 439 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 581 રૂપિયા સુધીના નોંધાયો હતો.