દ્વારકાના કલ્યાણપુરમાં રાણ ગામે બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઇ, બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી
- બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી
- 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી
- બોરવેલમાં ફસાયેલી એન્જલને બહાર કાઢતા લાગ્યો હતો 9 કલાકનો સમય
બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી છે. ખંભાળિયા હોસ્પિટલ ખાતે બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી. NDRF,SDRF તેમજ ફાયર ફાઇટર સહિત પોલીસ અને ડૉક્ટરની ટીમ ખડેપગે રહી રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. 9 કલાકના જંગ બાદ એન્જલ જિંદગીનો જંગ હારી છે.
એન્જલને બહાર કઢાઇ
કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઇ હતી. વડોદરાથી NDRFની ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. બોરવેલ પાસે હિટાચી મશીન મારફતે ખોદકામ કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર 108ની ટીમ તૈનાથ કરાઈ હતી. સાથે જ આર્મીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા હતા
બાળકીને બહાર કાઢવા માટે JCB મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવામા આવ્યું હતું. સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી.
- બોરવેલથી મોત ઘટના2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
- 2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
- 2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
- 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
- 2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત
જાણીએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે