ગુજરાત સરકારે રાજ્યના 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવની નિમણુંક કરી છે. આ સંદર્ભે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં નવા પ્રભારી સચિવ(Secretary in Charge) તરીકે નિમણુંક પામેલા આઈએએસ અધિકારીઓની યાદી આપવામાં આવી છે.
8 જિલ્લાઓમાં નિમણુંકઃ ગુજરાત સરકારે જૂનાગઢ, બનાસકાંઠા, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકા એમ રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવની નિમણુંક કરી છે. આ નવા પ્રભારી સચિવ એટલે કે સેક્રેટરી ઈન ચાર્જનો હોદ્દાની ફરજ નીભાવતા અધિકારીઓએ જિલ્લાના વિકાસશીલ તાલુકાના પ્રભારી તરીકેની પણ ફરજ બજાવવાનો ઉલ્લેખ જીએડીના પરિપત્રમાં કરવામાં આવ્યો છે.
- જૂનાગઢ જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ મનિષ ભારદ્વા જના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે બંછા નિધિ પાનીની નિમણુંક કરાઈ
- બનાસકાંઠા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ વિજય નેહરાના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે હારિત શુકલની નિમણુંક કરાઈ
- વલસાડ જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ કે.એમ.ભીમજીયાણીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે રેમ્યા મોહનની નિમણુંક કરાઈ
- નર્મદા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ એમ.એ. ગાંધીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે સંદીપ સાગલેની નિમણુંક કરાઈ
- છોટાઉદેપુર જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ હારિત શુકલના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે પ્રવીણ સોલંકીની નિમણુંક કરાઈ
- તાપી જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ પી.સ્વરુપના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે મિલિંદ તોરવણેની નિમણુંક કરાઈ
- ગાંધીનગર જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ મિલિંદ તોરવણેના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે પી.સ્વરુપની નિમણુંક કરાઈ
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ પી.કે. સોલંકીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે એમ.એ. પંડ્યાની નિમણુંક કરાઈ