8 વર્ષ પછી મળ્યું ભારતીય વાયુસેનાનું ગુમ થયેલું યુધ્ધ વિમાન, જમીનથી 3400 મીટર ઉડે છે કાટમાળ

0
2016માં બંગાળની ખાડીની ઉપર ગુમ થઈ ગયેલ ભારતીય વાયુસેનાનાં AN-32 વિમાનનો મલબો આજે ચેન્નઈનાં કિનારાથી 310 કિમી દૂર મળી આવ્યો છે. આ વિમાનમાં 29 કર્મી સવાર હતાં.


  • 2016માં ગુમ થયેલો ભારતીય વાયુસેનાનો વિમાન મળી આવ્યો
  • સમુદ્રની ઊંડાઈમાં આ વિમાનનો મલબો શોધવામાં આવ્યો
  • એરફોર્સનાં આ વિમાન પર 29 લોકો સવાર હતાં
2016માં બંગાળની ખાડીની ઉપર ગુમ થઈ ગયેલ ભારતીય વાયુસેનાનાં AN-32 વિમાનનો મલબો આજે ચેન્નઈનાં કિનારાથી 310 કિમી દૂર મળી આવ્યો છે. માહિતી અનુસાર ગુમ થયેલ આ વિમાનમાં 29 કર્મી સવાર હતાં. સરકારનાં એક નિવેદન અનુસાર ફોટોમાં ચેન્નઈ તટથી આશરે 310 કિમી દૂર સમુદ્ર કિનારે એક દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો મલબો દેખાઈ રહ્યો છે. સરકારે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે ફોટોમાં રહેલો આ મલબો AN-32 વિમાનનો છે. હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ અન્ય વિમાન મળી આવ્યો નથી.

સમુદ્રની 3400મીટર નીચે મળ્યો મલબો
સરકારે જણાવ્યું કે દરિયાની 3400 મીટરની ઊંડાઈમાંથી વિમાનનો આ મલબો મળ્યો છે. એએન-32 વિમાનનો મલબો છેલ્લી વખત જ્યારે વિમાનનો સંપર્ક તૂટ્યો એ સ્થળે મળ્યો હતો. ભારત સરકારનાં અર્થ સાયંસિઝ મંત્રાલય અંતર્ગત આવનારા નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઓનશ ટેકનોલોજીએ આ વિસ્તારમાં એક ઓટોનોમસ અંડરવોટર વિહિકલને હાલમાં જ ગુમ થયેલા વિમાનને શોધવા માટે ઊંડા સમુદ્રમાં લૉન્ચ કર્યો હતો. આશરે 3400 મીટરની ઊંડાઈમાં મલ્ટી બીમ સોનાર, સિંથેટિક અપર્ચર સોનાર અને હાઈ રિઝોલ્યૂશન ફોટોગ્રાફીનો ઉપયોગ આ શોધ માટે કરવામાં આવ્યો હતો.

2016માં સંપર્ક તૂટ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે 22 જુલાઈ 2016ની સવારે ચેન્નઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી એરફોર્સના એન્ટોનોવ AN-32એ ઉડાન ભરી હતી. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં ક્રૂ સહિત 29 લોકો આંદામાન અને નિકોબાર ટાપુના પોર્ટ બ્લેરની સાપ્તાહિક મુલાકાતે હતા. એરક્રાફ્ટ સવારે આશરે 8 વાગ્યે ચેન્નઈથી ટેકઓફ થયું હતું અને પોર્ટ બ્લેરના ઈન્ડિયન નેવલ એર સ્ટેશન આઈએનએસ ઉત્ક્રોશ પર લેન્ડ કરવાનું હતું. ટેક ઓફની થોડી જ વારમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો અને તે રડારથી ગાયબ થઈ ગયો. એ વખતે આ વિમાન બંગાળની ખાડીની ઉપર હતો. વિમાનનાં ગુમ થયા બાદ એરફોર્સ અને નેવીએ સમુદ્રમાં ગુમ થયેલા વિમાનને શોધવા માટેનો અભિયાન શરૂ કર્યો હતો. 15 સપ્ટેમ્બર 2016નાં ભારતીય વાયુસેનાએ હાર માની લીધી. અને વિમાન પર સવાર 29 લોકોનાં પરિવારનાં સદસ્યોને લખતાં વાયુસેનાએ કહ્યું કે ગુમ થયેલા વિમાનને શોધવામાં તે વિફળ રહી છે. વિમાન પર સવાર લોકોને મૃત ઘોષિત કર્યા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top