રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે.
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઉભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે.