ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી છટણી કરવા જઈ રહી છે. આ અંતર્ગત કંપનીના 400 કર્મચારીઓ નોકરી ગુમાવવાના છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ આ નિર્ણય રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે લીધો છે. કંપનીની છટણીનો આ બીજો રાઉન્ડ છે. તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં પણ ઘણી કંપનીઓએ તાજેતરમાં છટણીની જાહેરાત કરી છે. આ અગાઉ, બેંગલુરુ સ્થિત કંપનીએ જાન્યુઆરી 2023 માં 380 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ સાથે, તેણે ખર્ચ ઘટાડવા માટે તેનું મીટ બજાર પણ બંધ કરી દીધું હતું.
ટેક અને ઓપરેશન ટીમોમાં છટણી થશે
કંપનીની આ છટણી સ્વિગીના લગભગ 7 ટકા કર્મચારીઓને અસર કરે તેવી શક્યતા છે. માહિતી પ્રમાણે કંપની પાસે લગભગ 6,000 લોકો પેરોલ પર છે. સૂત્રએ કહ્યું કે ટેક અને ઓપરેશન્સ જેવી ટીમોના કર્મચારીઓ આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થશે.