વ્યારા: જેસીંગપુરા નજીક ત્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 3 થયો, કાર ચાલક ફરાર

0

તાપીજિલ્લાના વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામની સીમમાંથી પસાર થતા કપૂરાથી બેડચિત તરફ જતા રસ્તા ઉપર એક ક્રેટા ફોરવ્હીલ ગાડી નં. GJ-15-CF. 6212 ના ચાળકે પીતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હીરો સ્પેલેંડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ-26- AF-2837 ને ટક્કર મારી દીધી હતી, ત્યારે મોટરસાયકલના ચાલકને તથા તેમની પાછળ બેસેલ બહેનને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.તેમજ રસ્તા .ઉપર આવતા ઇસમને અડફેટમાં લઇ લેતા તે રાહદારી ને પણ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. અને TVS સ્ટાર સી.ટી. મોટર સાયકલ.નં. GJ-19- N.6826 ને ટક્કર મારી દેતા તેના ચાલક પ્રભુભાઈ તથા તેમની પાછળ બેસેલ નવીન હીરજી ચૌધરી (ઉ.વ.૭૦ રહે.ઉમકુઇગામ મોટું ફળીયું , તા.વ્યાય જી.તાપી) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જોકે ક્રેટા ચાલક ટ્રીપલ અકસ્માત કરીને નાસી છૂટયો હતો ઇજાગ્રસ્ત રવિન્દ્રભાઈ ચૌધરી નું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે મોતનો આંકડો ત્રણ થઈ ગયો છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top