ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં બેંકમાં આવતા ગ્રાહકો સાથે હાથ ચાલાકીથી નજર ચૂકવી ચોરી કરતી ઈરાની ગેંગના ૩ સાગરીતોને સુરતમાં ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ કુલ 1.46 લાખની મત્તાનો મુદામાલ પણ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં 5 ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા અને વ્યવસાયે ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવાગેટ ખાતે આવેલી બેંકમાં રૂપિયા ઉપડવા ગયા હતા આ દરમિયાન તેઓએ બેંકમાંથી 150 લાખ રૂપિયા વિડ્રોલ કર્યા હતા ત્યારે એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવ્યો હતો અને યુવકે નોટોના બંડલમાં ઘણી ફાટેલી નોટો દેખાય છે હું બંડલ ચેક કરી આપું તેમ કહી વૃદ્ધ પાસેથી નોટોનું બંડલ ગણવા લીધું હતું અને બાદમાં વૃદ્ધની નજર ચૂકવી તેમાંથી 500ના દરની કુલ 21 નોટ એમ 15500 રૂપિયા સેરવી લીધા હતા આ સમગ્ર મામલે વૃદ્ધે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
આ દરમિયાન ઉમરા પોલીસની ટીમે બાતમીના આધારે ઉમરા ગામ તિલક સર્કલ પાસેથી ઈરાની ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા હતા પોલીસે જાવેદ હુસેન સરવર હુસેન ઈરાની અબુતારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદન ફિરોઝ ઈરાનીની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ગ્રાહકોને વાતમાં ભોળવી ચોરી કરેલા 1.04 લાખ 4 મોબાઈલ ફોન મળી કુલ 146500 રૂપિયાની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસ તપાસમાં પાલનપુર વેસ્ટ પોસ્ટે સુરતના રાંદેર ઉમરા મહિધરપુરા તેમજ મહેસાણા બીડીવીઝન પોલીસ મથક મળી કુલ ૫ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે