તાપીમાં અફીણ બનાવવામાં ઉપયોગી પોષ ડોડાના રેકેટનો પર્દાફાશ, 2834 કિલો પોષ ડોડા સાથે ટ્રક ઝડપાઇ

0
  • અફીણ બનાવવામાં ઉપયોગી પોષ ડોડાના રેકેટનો પર્દાફાશ, 2834 કિલો પોષ ડોડા સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

તાપી પોલીસે મધ્યપ્રદેશથી ગુજરાત થઈ રાજસ્થાન તરફ લઈ જવામાં આવતા નશીલા પદાર્થનો પર્દાફાશ કર્યો છે. જેમાં 85 લાખના પોષ ડોડા ભરેલ ટેમ્પો ઝડપી લઇ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.



તાપી: જિલ્લાની એલસીબી પોલીસ 31 ડિસેમ્બરને લઈ વાહન ચેકીંગમાં હતી. જે દરમ્યાન વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી જીપ્સમના પાવડરની આડમાં મધ્યપ્રદેશથી સુરત થઈ રાજસ્થાનના જોધપુર તરફ લઈ જવામાં આવતો માદક પદાર્થ પોષ ડોડાનો 2834 કિલો જથ્થો ઝડપી લેવાયો છે. જથ્થાની કિંમત 85 લાખ, ટેમ્પો અને અન્ય મુદ્દામાલ થઈ કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તાપી પોલીસે ટેમ્પાના ક્લીનર બજરંગ બિષનોઈને ઝડપી લીધો હતો.

વાહન ચેકીંગ દરમિયાન બની ઘટના: 
તાપી એલસીબીના માણસો સોનગઢ વ્યારા હાઈવે પર આવેલ માંડળ ટોલ નાકા ખાતે વાહન ચેકીંગ કરી કહ્યા હતા. તે દરમિયાન એક સફેદ કલરના ટાટા કંપનીના ટેમ્પાને ચેક કરવા ઊભો રાખતા ટેમ્પાના ડ્રાઈવરે પુર ઝડપે ટેમ્પો ભગાવી વીરપુર ગામમાં આવેલ પેટ્રોલ પંપની આગળ અંદર ટેમ્પો મૂકી ડ્રાઇવર અને ક્લીનર ભાગવા લાગ્યા તેથી એલસીબી પોલસે તેમનો પીછો કરી એકને ઝડપી પાડયો હતો.

એલસીબી દ્વારા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસીંગના ટ્રકને પકડવામાં આવ્યો છે. આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોષ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે. તેનો કુલ 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. આ પોષ ડોડાની કિંમત માર્કેટમાં 3000 રૂપિયા પ્રમાણે ગણાતી હોય છે. ટ્રક અને જીપ્સમ સહિત કુલ લગભગ એક કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. ટ્રક ના ડ્રાઇવર પોલીસને અંધારા મા રાખી નાસી ગયેલ છે પરંતું ટ્રકના ક્લીનરને પકડી પાડવામાં આવ્યો છે. આ તમામ ગુનામાં ટ્રકના ડ્રાઇવર અને ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. - રાહુલ પટેલ (SP, તાપી) 

પોલીસ દ્વારા તપાસ શરૂ: 
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાતા નશાનો આ આંતર રાજ્ય કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો છે?, નશાના આ ગુનામાં નશાનો સામાન મંગાવનાર અને મોકલનાર કોણ કોણ છે ? વગેરે જેવા અનેકો સવાલો સાથે જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ કામે લાગી છે. પોલીસની તલસ્પર્શી કાર્યવાહી બાદ આ નશીલા પદાર્થની તસ્કરીના આંતરરાજ્ય ગુનાનો સંપૂર્ણ પર્દાફાસ થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top