બિહારમાં ફરી સરકાર બદલાઈ શકે,નીતીશ કુમાર આગામી 28 જાન્યુઆરીએ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

0
બિહારમાં ફરીથી સરકાર બદલાવા જઈ રહી છે. મુખ્યમંત્રી અને JDU ચીફ નીતીશ કુમારનું NDAમાં સામેલ થવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ CM પદેથી રાજીનામું આપીને ફરીથી ભાજપના સમર્થનથી સરકાર બનાવી શકે છે.




મીડિયાનાં સૂત્રો અનુસાર, નીતીશ કુમાર આગામી 28 જાન્યુઆરીએ નવમી વખત બિહારના CM તરીકે શપથ ગ્રહણ કરશે. પરંતુ આ વખતે ફરી એક વખત તેઓ સરકાર ભાજપના સમર્થનથી બનાવશે. હાલ બિહારમાં તેમની પાર્ટી JDU અને RJD વચ્ચે ગઠબંધનની સરકાર છે. તેઓ RJD છોડીને ફરી ભાજપનો હાથ પકડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.આ વખતે પણ ડેપ્યુટી સીએમ ભાજપના હશે, જેમાં સુશીલ મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મોદી અગાઉ પણ ભાજપ-JDU સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેમની સાથે અન્ય પણ કોઇ નેતા ડેપ્યુટી સીએમ બની શકે છે. એટલે કે નવી સરકારમાં 2 ડેપ્યુટી સીએમ પણ હોય શકે.



અનેક વખત આ તરફથી પેલી તરફ કરી ચૂક્યા છે નીતીશ

આ પહેલાં નીતીશ અનેક વખત પલટી મારી ચૂક્યા છે. 2005ની બિહાર ચૂંટણીમાં ભાજપ-JDUએ સાથે લડીને જીત મેળવીને સરકાર બનાવી હતી. 2013 સુધી આ ગઠબંધન ચાલ્યું અને 2013માં નરેન્દ્ર મોદીને ભાજપે PM પદના ઉમેદવાર ઘોષિત કરતાં નીતીશ કુમાર અલગ થઈ ગયા હતા અને RJD સાથે મળીને સરકાર બનાવી હતી. 2015માં કોંગ્રેસ, RJD અને JDUએ સાથે મળીને ચૂંટણી લડી અને જીત બાદ નીતીશ ફરી CM બન્યા.

2017 સુધી આ ગઠબંધન ટક્યું, પરંતુ 2017માં નીતીશે મહાગઠબંધનનો સાથ ફરી છોડી દીધો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી અને ફરી સીએમ બની ગયા. 2020ની વિધાનસભા ચૂંટણી ભાજપ-JDU સાથે મળીને લડ્યાં અને ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હોવા છતાં નીતીશ કુમારને જ સીએમ બનાવાયા. પરંતુ ઓગસ્ટ, 2022માં નીતીશ કુમાર ફરી અલગ થઈ ગયા અને RJD સાથે સરકાર બનાવી. આખરે ચક્ર ફરી પૂર્ણ થયું છે અને નીતીશ કુમાર ફરીથી ભાજપ સાથે આવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top