ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર આવેલા આમકુટી ગામ પાસે સોમવારે રાત્રે મજૂર ભરેલાં એકપિક અપ વાનનું ટાયર ફાટતાંવાનમાં બેસેલા 14 કરતાં વધુંમજૂરોને ઓછાં વધતાં પ્રમાણમાં ઇજા થઇ હતી.
જે પૈકીના આઠ જેટલાં મજૂરોને પ્રમાણમાં ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી અનુસાર એકનું મોત થયુ હતુ. આ અંગે મળેલી વિગત મુજબએક પિક અપ વાન નંબરGJ-26-T-3173 નો ચાલક સોમવારે સાંજે પોતાની વાનમાં જંગલ ખાતાના કામમાં મજૂરી માટે ગયેલાં 20 જેટલાં ને બેસાડી કામના સ્થળેથી પરત ઉચ્છલ તરફ આવવા નીકળ્યો હતો. પૂરઝડપે પસાર થતી આ વાન આમકુટી ગામ પાસે થી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક વાનનું ટાયર ફાટી જતાં વાન પલટી ખાઈ ગઈ હતી. અને મજૂરો નીચે દબાઈ ગયાં હતાં. આ અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. અને બચાવ કાર્ય કર્યું હતું. સ્થળ પરથી ઇજાગ્રસ્તો 02 જેટલી 108 વાન માં લઇ સ્થાનિક ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી એ પૈકીના આઠ જેટલાં મજૂરોને વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.જ્યાં કેટલાંક ની સ્થિતિ ગંભીર હોવા નું જાણવા મળ્યું છે.