ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં, આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે
- હવામાન વિભાગે કરી ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
- અમરેલી, ભાવનગર, આણંદમાં વરસાદની આગાહી
- પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા
- નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પડી શકે છે વરસાદ
- વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે આજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે કે, આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે તો આગામી ચાર દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. આ સાથે કહ્યું કે, તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળશે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કચ્છ, ભાવનગર, આનંદ વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ડાંગમાં વરસાદ પડ્યો છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, આજે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે. આજે અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.