ઉકાઈ ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત બનેલા ઉચ્છલ અને અન્ય તાલુકાના લોકોને સો યુનિટ વીજળી મફત આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત થઈ હતી.ઉચ્છલ તાલુકાના આરકાંટી ગામે રહેતાં સામાજિક કાર્યકર્તા એવાં મનીષ પી વસાવા અને ભૂપેન્દ્ર વસાવાએ તાજેતરમાં ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને જુદા જુદા અધિકારીઓ સમક્ષ ઉચ્છલ તાલુકાના વિકાસ કામોની માંગણી બાબતે ચર્ચા કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને રૂબરૂમાં એક પત્ર ઓફિસે સોંપ્યો હતો.તેમાં જણાવ્યાં મૂજબ તાપી નો ઉચ્છલ તાલુકો સમગ્ર તયા રીતે ઉકાઈ ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત બનેલો તાલુકો છે. આ ડેમ બનતી વખતે ખાસ કરીને ઉચ્છલ તાલુકાના ખેડૂતો ની જમીન સંપાદિત થઈ હતી જેથી તેઓ જમીન વિના લાચાર બન્યાં હતાં, જે તે સમયે તેમને રોજગારી અંગેનું વચન આપવામાં આવ્યું હતું પણ એ પણ પૂરે પૂરું પાળવામાં આવ્યું નથી.
ઉકાઈ ડેમના અસરગ્રસ્તોને 100 યુનિટ વીજળી મફત આપવા માગ
જાન્યુઆરી 05, 2024
0
અન્ય ઍપમાં શેર કરો