શહેરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની માલિકી ન હોવા છતાં ઠગબાજોએ બબ્બે વખત મિલ્કત વેંચી નાખી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો, વાડજમા ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પ્રર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે આરોપી ઈમરાન મેમણની ધરપકડ કરી છે, જેણે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની 3 વખત વેચાણ કરીને કાવતરૂ રચ્યુ હતું.
આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા
નોંધનીય છે કે, વાડજમા હરીદાસ કોલોનીમાં આવેલ મકાનનો આરોપીએ બોગસ ડોકયુમેન્ટ બનાવીને વેચાણ કરાર કર્યો હતો. હકીકતમાં મકાન ઉત્પલ અમીનનુ હતું, પરંતુ ઉત્પલનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. જેથી આ મકાન ઈન્દ્રજીત રાવલ નામના વ્યકિતને ભાડે રહેવા આપ્યું હતું. ઈન્દ્રજીત અને ઈમરાન મેમણ બંન્નેએ સાથે મળી, આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.