સુરતના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુગર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાં આ રાજીનામા બાદ હડકંપ મચી ગયો છે. કિરીટ પટેલના રાજીનામા પાછળ શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ખાસ વાત છે કે, કિરીટ પટેલના રાજીનામાને લઇને ચિત્ર આવતીકાલે મળનારી બેઠકમાં સ્પષ્ટ થઇ શકે છે.
સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને પદેથી કિરીટ પટેલે રાજીનામુ આપી દીધુ છે. કિરીટ પટેલના રાજીનામા બાદ સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. માજી ધારાસભ્ય અને સુગર પ્રમુખ કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુગર પ્રમુખ રાજીનામાને અનેક પ્રકારના તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. રાજીનામાં પાછળ સભાસદોને શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ના હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે. ઓલપાડ કાંઠા સુગરના પ્રમુખના રાજીનામાંના પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, જોકે, હવે આવતીકાલે સુગરની બોર્ડ મિટિંગમાં સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.