ગિફ્ટ સિટીમાં જાણો કોને મળશે દારુ પીવાની છૂટ, સરકારે જાહેર કર્યા સત્તાવાર નિયમો

Jobmaterails.in
0
ગિફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીમાં જ છૂટ આપવામાં આવશે. FL-3 લાઈસન્સની ફી 1 લાખ રુપિયા રહેશે. FL-3 લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમા એપ્લાય કરવાનું રહેશે.





ગૃહ વિભાગ દ્રારા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી શકશે. FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા આપવાની રહેશે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) ના વિસ્તારમાં કામ કરતા અથવા મુલાકાત લેતા (સત્તાવાર હેતુ માટે) વ્યક્તિઓ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની કલમ 40,40A અને 40B ની જોગવાઈઓ મુજબ અને FL-3 ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 33, 34, 43 અને 58A ની જોગવાઈઓમાંથી પરવાનેદાર ( અધિનિયમ રુપમાં ઓળખવામાં આવે છે) અને બોમ્બેના નિયમો 5, 25, 63, 64, 64-A અને 64-Bની જોગવાઈ મુજબ દારુ પીવાની છૂટ આપવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top