દર વર્ષે તા.૩૧ ડિસેમ્બરના રોજ પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટીવૃત્તિને કારણે માદક પીણાંનું સેવન કરી વ્યસનના માર્ગે ધકેલાતો હોવાથી તાપી જિલ્લામાં દાદા કી સેના ગ્રુપ દ્વારા યુવા ધનને વ્યસનના માર્ગે જતા રોકવા જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરવા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
નવનાથ સંપ્રદાય સાથે સંકળાયેલા દાદા કી સેના ગ્રુપ સનાતન ધર્મના પ્રચાર સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ગ્રુપના વ્યારા વિભાગ દ્વારા દારૂબંધી બાબત ગુરૂવારે વ્યારા ખાતે કલેક્ટર ડૉ.વિપિન ગર્ગને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
૩૧ ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન અને માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરે છે. ભૂતકાળમાં આવા અનેક પ્રસંગો બન્યા છે, જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરાના વિરૂધ્ધમાં છે. આર્વી પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટી | વૃત્તિને કારણે કોઈ પણ ધર્મનો યુવાવર્ગ કુટેવ અને વ્યવસાનના માર્ગે ધકેલાય છે. તેથી સમાજ નબળો બને અને એ દેશ હિત માટે યોગ્ય નથી. જેથી માદક દ્રવ્યોનું સેવન કરવું વગેરે દુષણો અટકાવવાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી આગામી તા.૩૧મી ડિસેમ્બરના રોજ દારૂબંધીનો કડક અમલ કરી જાહેર સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત મુકી કાયદાનો ભંગ ન થાય તે બાબતે તકેદારી રાખવાની માંગ કરવામાં આવી.