રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. નવા 12 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 48 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને માત આપી છે.
નવા આઠ કેસ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 48 પર પહોચી છે. નવરંગપુરા, બોડકદેવ, મણીનગર, વટવા, પાલડીમાંથી કોરોના સંક્રમિત વધુ છે અહી આ વિસ્તારના કોરોના ટેસ્ટ વધુ પોઝિટિવ આવ્યા છે. નવા નોંધાયેલા આઠ પૈકી એક દર્દીની આણંદ તો એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ
રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે કોવિડ ટેસ્ટની સંખ્યામાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. હવે જેટલા વધુ આરટીપીસીઆર પરીક્ષણો કરવામાં આવશે, કોવિડના વધુ કેસ વધશે. તેથી, ગભરાશો નહીં કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં સુધી ચેપગ્રસ્ત લોકોમાં આ રોગ ગંભીર રીતે જોવામાં આવતો નથી, ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ નથી. હાલમાં ફેલાતા ચેપમાં Omicron, JN.1નું નવું પેટા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યું છે.