રાજ્યમાં ફરી એકવાર ભરતી કૌભાંડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે તપાસ વધુ તેજ કરી છે, ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી વિદ્યુત સહાયક ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને બોલાવીને નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ છે, આ કાર્યવાહી અંતર્ગત અત્યાર સુધી 55 વીજ કર્ચમારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જ્યારે અન્ય 42 કર્મચારીઓને નૉટિસ પાઠવવામાં આવી છે. ખાસ વાત છે કે, આમાં એમજીવીસીએલ અને પીજીવીસીએલના 20 જેટલા કર્ચચારીઓનું નામ ઉછળ્યુ છે, તેઓને પણ નૉટિસ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ફરી એકવાર ઉર્જા કૌભાંડનું ભૂત ધૂણ્યુ છે. હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વિદ્યુત સહાયક ભરતી કૌભાંડનો મામલે નૉટિસો ફટકારવાનું અને નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ છે. હાલમાં આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 મહિના પહેલા આ આખા કૌભાંડને પકડી પાડ્યુ હતુ. હવે નોકરી મેળવનારા 55 ઉમેદવારોના નિવેદનો લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં એક પછી એક નિવેદનો લેવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લામાંથી ઉમેદવારોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આમાં પરીક્ષા આપવામાં સેટિંગ કરીને પાસ થનારા વધુ 42 નોકરિયાતને નૉટિસ પણ અપાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે MGVCLના 22 અને PGVCLના 20 નોકરિયાતોને નૉટિસ ફટકારી હતી. ક્રાઇમ બ્રાન્ચે તમામ નોકરિયાતોને કેવી રીતે નોકરી મેળવી, કેવી રીતે પરીક્ષા પાસ કરી સહિતની વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે. 5 મહિના પહેલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 વ્યક્તિઓની મહેસાણાથી ધરપકડ કરી હતી.